ગુલાબભાઈ ઈશ્વરદાસ પટેલ
દાદાશ્રી ઈશ્વરભાઇ
બા અમૃતબા
અમારા દાદાશ્રી ઈશ્વરભાઇ અને બા અમૃતબાને ગાયની સેવા કરવી ખૂબ જ પ્રિય હતી.
અમારા પિતાશ્રી “ગુલાબભાઈ ઈશ્વરદાસ પટેલે શારદાબેન ચેરીટેબલ ટ્રસ્ટ” 1994 માં બનાવેલ છે અને તેમાં એજ્યુકેશન, ધાર્મિક પ્રવૃતિ અને ગાયોની સેવા માટે નો ઉદ્દેશ હતો.
અમારા પિતાશ્રી હંમેશાં ગાયની સેવા માટે દર વર્ષે અમુક રકમ વાપરતાં હતાં અને તે બ્રહ્મલીન ગોપાષ્ટમીના દિવસે 2014 ના રોજ થયા હતાં. (ગોપાષ્ટમી એટલે તે દિવસે કૃષ્ણ ભગવાન ગાયો લઈને ચરાવવા ગયા હતાં, હિંદુ ધર્મમાં ગોપાષ્ટમીનો દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે.)
તેમના બ્રહ્મલીન થયા બાદ અમોને થયું અમારા બધા પિતૃઓ તુલસીભાઈ અને ગુલાબદાસને ગાયની સેવા કરવી ગમતી હતી તો અમોએ પિતૃઓની યાદમાં પિતૃઓની જમીન પર જ ધીરે ધીરે કૃષ્ણ ભગવાનની કૃપાથી 10 ગાયથી નંદ ગૌશાળાની 2018 માં શ્રાવણ માસમાં જન્માષ્ટમીના રોજથી શરૂઆત કરી હતી અને હાલમાં 125 ગાય સેવા કરીએ છીએ.
હાલમાં અમારા માતૃશ્રી આજે પણ નંદ ગૌશાળામાં રહે છે અને ભગવાનનું ભજન કરે છે અને ગાય માતાના દર્શન અને સેવા કરે છે.
ગુરુમહારાજની કૃપાથી અને પ્રેરણાથી અમોએ નંદ ગૌશાળામાં ગાય આધારિત સંસ્કાર કેન્દ્ર ઊભું કરેલ છે. બાળકોને રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ ભજન-કીર્તન અને સામાજિક પ્રસંગો જેવા કે વર્ષગાંઠ પુણ્યતિથિ, નામકરણ, સંસ્કાર વિધિ, ગોદભરાઈ (શ્રીમંત) અને મુંડન વિધિ આવા પ્રસંગો ગાય માતાની હાજરીમાં ઉજવી શકીએ. આ બધા પ્રસંગો કરવા માટે 300 માણસોની વ્યવસ્થા વાળો હોલ બનાવેલ છે ઓડિયો વિડીયો સાથે વ્યવસ્થા કરેલ છે.
યજ્ઞશાળા શાસ્ત્ર અનુસાર બનાવેલ છે આમ દરેક સમાજના દરેક વર્ગના લોકો આવે અને ગાય માતાના દર્શન, સેવા, આરતી, પ્રસાદ વગેરેનો લાભ લઇ શકે અને ગાય માતાની સાથે 4 થી 5 કલાક સમય વિતાવી શકે છે.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી આજુબાજુના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણા આપવામાં આવે છે. તો આમ ગૌ માતાની સેવા સાથે સમાજમાં શુદ્ધ અને સાત્ત્વિક શાકભાજી, અનાજ, કઠોળ અને ફળો મળે તેવા ઉદ્દેશોથી નંદ ગૌશાળાની સ્થાપના કરેલ છે.
આપ સૌ આવો અને ગૌમાતાના આશીર્વાદ મેળવો.
સંસ્થાપક :
શારદાબેન ગુલાબદાસ પટેલ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ
લિંકન ફાર્માસ્યુટિકલ લી.
ગૌ ભક્તો
II गायो विश्वश्य मातरः II
ગાય વિશ્વની માતા છે.
गो रक्षा मम धर्म I गोसंवर्धन मम कर्तव्य I
ગોરક્ષા મમ ધર્મ : I ગૌસંવધન મમ કર્તવ્ય : I
નંદ ગૌશાળાનું મિશન: ગૌમાતાની સેવા સાથે ધરતીમાતાની સેવા
નંદ ગૌશાળાનું વિઝન:
ગૌમાતાની નિ:સ્વાર્થ સેવા એ માનવ ધર્મ છે. સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આવશ્યક છે. ચક્રવર્તી રાજા દિલીપ ગાયની રક્ષા માટે પોતાનું શરીર દેવા તૈયાર થઈ ગયા હતા. મહર્ષિ વશિષ્ઠ ગાયને કારણે જ મહાકષ્ટ વેઠ્યા હતા. મહર્ષિ જમદગ્નિએ મસ્તક આપ્યું, ગાય નહિ. શ્રી કૃષ્ણ પોતે જ ગોપાલન અને ગૌરક્ષણ કરી ગોપાલ કહેવાયા. ગૌમાતાએ પ્રાચીનકાળથી ભારતનું જીવતું જાગતું વિશાળ ઓષધાલય રહ્યું છે. તે અન્ન, બળ, વર્ણ તથા સુખ દેનાર છે.
ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડો. રાજેન્દ્રબાબુએ કહ્યું હતું કે “ભારતમાં ગોપાલન સનાતન ધર્મ છે.”
ગૌમાતાની સેવાથી ધરતીમાતાની તથા સમાજની સેવા આપોઆપ થાય છે. ગોબર તથા ગૌમૂત્રથી ધરતીમાતા પોષણક્ષમ બને છે. પરિણામે માનવ સમાજને શુધ્ધ અને સાત્વિક ફળો, શાકભાજી, ધાન્ય તથા ઔષધિ પ્રાપ્ત થાય છે.
ગૌમૂત્રથી કેન્સર, ડાયાબીટીસ તથા અન્ય ભયંકર બીમારીઓ મટી શકે છે. ગોબરનો ઉપયોગ કરી ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા ઉર્જાનો મોટો સ્તોત્ર ઉભો કરી શકાય છે. કડી-થોળ રોડ સ્થિત નંદ ગોશાળામાં ગૌસેવાના એક રમણીય પ્રક્લ્યના પ્રારંભથી કડી પંથકમાં એક દર્શનીય તથા પર્યટક સ્થાનનો ઉમેરો થયો છે.
નંદ ગૌશાળાની દૈનિક પ્રવુતિઓ :
* પ્રાત: ૪:00 કલાકે બ્રહ્મ મુહૂર્તમાં ગાયોને દોહવાનું કાર્ય થાય છે.
* પ્રાત: ૬:00 કલાકે મંગલ વાતાવરણ માં અગ્નિહોત્ર યજ્ઞ તથા ગાય માતાની સેવા પુજા કરવામાં આવે છે.
* ભારતીય સંગીતના મંગલ ધ્વનિનું ગૌમાતાને સતત શ્રવણ કરાવવું.
* સવારે ૧૦:00 થી ૧૧:00 વાગ્યાના સમયાવધિમાં ઘાસચારો ખવડાવવાનું આયોજન.
* સંધ્યા કાળે સાંજે ૭:00 કલાકે ગૌ માતાની આરતી તથા દર્શનનું આયોજન.
આપ સૌ ગૌભક્તો ગૌશાળામાં પધારી ગૌમાતાને ઘાસચારો તથા સુખડી ખવડાવી ગૌ સેવાનો પુણ્ય લાભ લઈ શકો છો તથા ગૌમાતાની પ્રદક્ષિણા કરી અંતરભાવ પ્રગટ કરી શકો છો.
ગાય આધારિત સંસ્કાર કેન્દ્ર:
નંદ ગૌશાળામાં ગૌમાતાનું મહત્વ તથા ધાર્મિક, આર્થિક, પર્યાવરણ અને સજીવ ખેતીને લગતું સુંદર પ્રદર્શન કેન્દ્ર તૈયાર કરેલ છે. જેમાં ગૌ મહત્વ તથા જેવિક ખેતીને લગતા પુસ્તકો, સાહિત્ય તેમજ ઓડિયો- વિડીયો સીડી મુકવામાં આવેલ છે.
ગાય આધારિત દૂધ, ગૌમૂત્ર તથા ગોબરમાંથી ઘણી બધી પ્રોડક્ટ તૈયાર કરેલ છે. જેવી કે ઘી, નશ્ય કર્મ, ધૂપસળી, ગૌમૂત્ર-અર્ક, ફીનાઈલ, ગોકવાથ, ગૌમૂત્ર સાબુ, ધન પવામુત, ગોબર સ્લરી વગેરેના વેચાણ માટે વેચાણ કેન્દ્ર કાર્યરત છે. ઓનલાઈન પણ પ્રોડક્ટ મળી શકે છે.
ગોવર્ધન હોલ:
નંદ ગૌશાળામાં ધાર્મિક, શેક્ષણિક, પ્રસંગો, ઉત્સવો, કથા, પારાયણ, સત્સંગ, ભજન-કીર્તન હેતુ ૩૦૦ વ્યક્તિની ક્ષમતા વાળો ગોવર્ધન હોલ તૈયાર કરવામાં આવેલ છે.
હિંદુ ધર્મના ૧૬ સંસ્કારોમાં નામકરણ, યજ્ઞો પવિત્ર, ગર્ભ સંસ્કાર, બાબરી, લગ્ન પ્રસંગ વગેરે ગૌ માતાની હાજરીમાં ઉજવવામાં આવે તો ગૌમાતાના મુક આશીર્વાદ પ્રાપ્ત થતા રહે છે.
કોઈપણ પ્રસંગ દરમ્યાન ચા, પાણી, અલ્પાહાર અને જમવાની વ્યવસ્થા થઈ શકે તે માટે સેવાભાવથી સાવ નજીવા દરે યશોદા સ્નેક્સ (અલ્પાહાર ગૃહ) ની વ્યવસ્થા કરવામાં આવી છે.
યજ્ઞશાળા:
નંદ ગૌશાળામાં નિત્ય સવારે સૂર્યોદય સમયે તથા સાંજે સુર્યાસ્ત સમયે અગ્નિહોત્ર યજ્ઞ કરવામાં આવે છે. સમયાંતરે યજ્ઞશાળામાં નારાયણ યજ્ઞ, નવચંડી યજ્ઞ, શિવયજ્ઞ વગેરે યજ્ઞો થાય છે. જેમાં ગાયના છાણા તથા ઘી વાપરવામાં આવે છે. ગૌમાતાની પ્રત્યક્ષ હાજરીથી વાતાવરણ અત્યંત પવિત્ર અને સાત્વિક બને છે. તથા મનને પ્રસનતા પ્રાપ્ત થાય છે.
બાલ કિડાંગણ:
નંદ ગૌશાળામાં બાળકો રમતાં-રમતાં આનંદ લઈ શકે તે માટે રમતગમતના સાધનો સાથે સુંદર બાલ કિડાંગણ તૈયાર કરવામાં આવેલ છે. અહીં ૫૦ જેટલા બાળકો સમૂહમાં રમી શકે તેવી વ્યવસ્થા છે.
સજીવ (જૈવિક) ખેતી:
રમણીય ગૌશાળાની ૩૫ વિધા જમીનમાં સજીવ ખેતી કરવામાં આવે છે. સીઝન પ્રમાણે જુદાં-જુદાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. તેમાં ગૌ આધારિત ખાતર તથા ગોમૂત્રનો દવા તરીકે ઉપયોગ કરી કીટકોનો નાશ કરવામાં આવે છે.
ગૌ ગ્રાસ માટે જુદાં-જુદાં લીલા/સુકા ઘાસનું વાવેતર કરવામાં આવે છે. જાર, મકાઈ, બાજરી, પાયોનીયર મકાઈ, હાથીઘાસ, લચકો વગેરે ઉગાડવામાં આવે છે. ગાયને લીલોઘાસચારો ખવડાવવામાં આવે છે. સજીવ ખેતી માટે સેન્દ્રિય ખાતર તથા બાયો પેસ્ટીસાઈડ વપરાય છે. જે ગોશાળામાં તૈયાર થાય છે. ગોમૂત્ર તથા છાશનો કીટ નિયંત્રણ તરીકે ઉપયોગ થાય છે.
નંદ ગૌશાળામાં ગોબર ગેસ પ્લાન્ટ ૨૪૫ ક્યુબીક મીટરનો બનાવામાં આવેલ છે. આ પ્લાન્ટમાંથી જમીનના પોષકતત્વો અને બેક્ટેરિયાથી ભરપુર ગોબરની સ્લરી તૈયાર કરવામાં આવે છે. અહી ૪૦૦૦ લીટરના ટેન્કર દ્વારા આ સ્લરી જુદાં-જુદાં ખેતરોમાં પિયત વખતે વાપરીને સજીવ ખેતી કરવામાં આવે છે. જૈવિક ખેતીની સમજ માટે આસપાસના ગામોના રસ ધરાવત્તા ખેડૂતોને એકત્ર કરી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેથી ખેડૂત વર્ગને જૈવિક ખેતી દરમ્યાન અનુભવવી પડતી મુશ્કેલી અને સમસ્યાઓનું સમાધાન મળી જાય છે, પરિણામે ખેડૂતો સજીવ ખેતી માટે પ્રોત્સાહિત થાય છે અને જૈવિક ખેતીના ફાયદાની સમજ કેળવે છે.
આવો આપણી નંદ ગૌશાળાની રૂબરૂ મુલાકાત ગૌસેવાના ભગવત કાર્યને બળ પ્રદાન કરશે તથા આગામી પેઢીને નવી દિશા પ્રદાન કરશે.
II વંદે ધેનું માતરમ II

