સંપર્ક કરો +૯૧ ૯૪૨૮૧૪૬૧૯૫
સમય મર્યાદા : સોમવાર થી રવિવાર, સવારે ૮:૦૦ વાગ્યાથી રાત્રીના ૧૦:30 વાગ્યા સુધી.

આપનું સ્વાગત છે.
નંદ ગૌશાળા
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી આજુબાજુના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણા આપવામાં આવે છે. તો આમ ગૌ માતાની સેવા સાથે સમાજમાં શુદ્ધ અને સાત્ત્વિક શાકભાજી, અનાજ, કઠોળ અને ફળો મળે તેવા ઉદ્દેશોથી નંદ ગૌશાળાની સ્થાપના કરેલ છે. અમે 10 ગાયથી નંદ ગૌશાળાની શરૂઆત 2018 માં શ્રાવણ માસમાં જન્માષ્ટમીના રોજથી કરી હતી અને હાલમાં 125 ગાય સેવા કરીએ છીએ.
નંદ ગૌશાળા વિશે વધુ માહિતી
ગૌ મહિમા
01
દેવીદેવતાઓનો નિવાસ
सर्वे देवा गवामंगे तीर्थानी तत्पेदेषु च | तदगुह्येषु स्वयं लक्ष्मीस्तिष्ठत्येव सदा पित: ||
गोष्पदाक्तमृदा यो ही तिलकं कुरुते नर: | तीर्थस्नातो भवेत् सद्यो जयस्तस्य पदे पदे ||
गावस्तिष्ठन्ति यत्रैव तत्तीर्थ परिकिर्तितम | प्राणांस्त्यक्ता नरस्तत्र सद्यो मुक्तो भवेद ध्रुवं ||
ગાયના શરીરમાં તમામ દેવીદેવતાઓ નિવાસ કરે છે અને ગાયના પગમાં તમામ તીર્થો વિદ્યમાન છે.
ગાયની અંદર લક્ષ્મીજીનો વાસ છે. ગાયના પગમાં લાગેલી ધૂળનું જે મનુષ્ય તિલક કરે છે
તે તીર્થસ્નાન કરવાનું પૂણ્ય પ્રાપ્ત કરે છે અને તે હંમેશા વિજયી બને છે. જ્યાં ગાય વસે છે તે તીર્થભૂમિ છે.
02
સનાતન ધર્મ
गावो भूतं च भव्यं च गाव: पुष्टी: सनातनी | गावो लक्ष्म्यास्तथा मूलं गोषु दत्तं न नश्यति ||
ગાય જ આપણું ભૂત અને ભવિષ્ય છે. ગાય જ સનાતન ધર્મ છે. ગાય જ લક્ષ્મીનું મૂળ છે.
ગાયને જે અર્પણ કરવામાં આવે છે તેનું પૂણ્ય ક્યારેય નષ્ટ થતું નથી.
03
યજ્ઞ સમાન ફળ આપનાર
गावो यज्ञस्य ही फलं गोषु यज्ञा: प्रतिष्ठिता: | गावो भविष्य भूतं च गोषु यज्ञा प्रतिष्ठाता: ||
ગાયની સેવા યજ્ઞ સમાન ફળ આપનારી છે. ગાયથી પૂણ્યશાળી ભવિષ્ય પ્રાપ્ત થાય છે
અને ગાયના પવિત્ર શરીરમાં જ યજ્ઞદેવતા વિદ્યમાન છે.
04
કર્મબંધનોથી મુક્ત
यानि कानि च दुर्गाणि दुष्कृतानि कृतानि च | तरन्ति चैव पाप्मानं धेनुं ये ददति प्रभो ||
જે લોકો ગાયનું દાન કરે છે તેના પર આવનારા તમામ સંકટો આપોઆપ દૂર થાય છે.
પોતાના દુષ્કર્મો તથા પાપકર્મોથી પણ તે મુક્ત બની જાય છે.
અર્થાત ગાયના દાનથી કર્મબંધનો મુક્ત બને છે અને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય છે.
05
પુરુષલોક - દૈવલોક વિજય
कपिलां ये प्रयच्छन्ति सवत्सां कान्स्यदोहानाम | सुव्रताम वस्त्रसंवीतामुभौ लोकौ जयन्ती ते ||
જે ઉત્તમ પુરુષ કપિલવર્ણની ગાયને વસ્ત્ર ઓઢાડીને તેના વાછરડા સાથે દાન કરે છે
અને સાથે ગાયના દોહન માટે કાંસાનું પાત્ર આર્પણ કરે છે,
તે પુરુષલોક તથા દૈવલોક બન્નેમાં વિજય પ્રાપ્ત કરે છે.
શોધો
અમારા ઉત્પાદનો

ગૌ અર્ક

દેશી ગાયના મૂત્રમાંથી ગૌ અર્ક બનાવવામાં આવે છે. આ ગૌઅર્ક દરરોજ સવારે ભૂખ્યા પેટે ૩૦ml થી ૫૦ml + સાદું પાણી સાથે લેવો જોઈએ.

વધુ ઉત્પાદનો